VIDEO: સુરતમાં આપઘાત કરનારી વિદ્યાર્થિનીના CCTV આવ્યા સામે, પરિક્ષા રૂમની જગ્યાએ બેસાડાઈ હતી લેબમાં
સુરતના શાળાની વિદ્યાર્થિનીના આપઘાતને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીના પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે ગોડાદરાની શાળા દ્વારા આ મામલે પોતાનો બચાવ કરવામાં આવ્યો છે. જો કે, જે સીસીટીવી સામે આવ્યા છે. તેને લઈને મોટા ખુલાસો થયો છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હતી. વિદ્યાર્થિનીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી. 10 તારીખના રોજ સવારે 7.45 થી 9.05 મિનિટ સુધી વિદ્યાર્થિનીને લેબમાં બેસાડી રાખવામાં આવી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે વિદ્યાર્થિની શરૂઆતમાં લેબના સીટિંગ સ્ટુલ ઉપર બેઠી છે. ત્યારબાદ વિદ્યાર્થિનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી હતી.લગભગ 9.06 મિનિટે વિદ્યાર્થિનીને કલાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી.

