મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Statue Of Unity વિસ્તારમાં ફરી દેખાયો દીપડો, સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભયનો માહોલ

નર્મદામાં વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતાં પ્રવાસીઓ અને સ્થા

નર્મદામાં વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો રોડ પર નિર્ભયતાથી ફરતો જોવા મળ્યો હતો અને તેનું વીડિયો સ્થાનિક લોકોએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ ઘટના બાદ વાહનચાલકો અને પ્રવાસીઓમાં હડકંપ મચી ગયો છે. સ્ટેચ્યુ જોવા આવતા લોકોને પોતાનો પ્રવાસ જોખમભર્યો લાગવા લાગ્યો છે. આમ તો આ પ્રથમ વખત નથી કે અહીં દીપડો જોવા મળ્યો હતો.સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ સાથે કહ્યું કે, લોકોનું કહેવું છે કે આસપાસના જંગલ વિસ્તાર અને ખુલ્લી જગ્યાઓથી વન્યજીવો બહાર આવી જતા હોય છે, છતાં તંત્ર તરફથી યોગ્ય વોચ અને સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવતી નથી. 

આ સમાચાર શેર કરો