BHAVNAGAR / શિહોરના સરવેડી ગામે દીપડાએ યુવક પર કર્યો હુમલો
Bhavnagar news : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામે દીપડાએ યુવક પર હુમલો કર્યાની ઘટના ઘટ

Bhavnagar news : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામે દીપડાએ યુવક પર હુમલો કર્યાની ઘટના ઘટી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના સરવેડી ગામે લીંબુની વાડીમાં કામ કરી રહેલા જયંતીભાઈ હિંમતભાઈ ચૌહાણ નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જો કે જયંતીભાઈએ પ્રતિકાર કરતા દીપડો નાસી ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા જયંતીભાઈને ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતા.
શિહોર તાલુકાના આ વિસ્તારમાં ફોરેસ્ટ રેન્જ આવેલી છે, વન્યજીવો અનેક વાર ફોરેસ્ટ રેન્જમાંથી ગામડાઓમાં ઘુસી આવે છે. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.






