મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધારે મહત્ત્વ અપાય છે', આહવા તા.પં. સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. આહવા તાલુકા પંચાયતના સભ્ય અને

'કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધારે મહત્ત્વ અપાય છે',  આહવા તા.પં. સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ડાંગ જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. દીપક પીંપળેએ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોર ગાવીતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

રાજીનામા પાછળનું કારણ

દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતા અને આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે તેમણે સારી કામગીરી પણ કરી હતી. તેમના રાજીનામા પાછળ મુખ્યત્વે  ડાંગ જિલ્લા ભાજપમાં ચાલી રહેલા જૂથવાદને લઈને તેઓ નારાજ હતા.

તેમનો મુખ્ય આક્ષેપ છે કે પક્ષમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા નેતાઓને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે તેમના કામમાં અડચણ આવવા લાગી હતી અને નારાજ થઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.

કોંગ્રેસમાં જોડાવાની પ્રબળ શક્યતા

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ દીપક પીંપળે હવે વિપક્ષ કોંગ્રેસમાં જોડાશે તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરે તેવી સંભાવના છે. તેમના આ પગલાથી ડાંગ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સમાચાર શેર કરો