મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagr news: ધ્રાંગધ્રા હાઈવે પર LCBએ 3 શખ્સોને 4 બંદૂક અને 41 કારતૂસ સાથે દબોચ્યા

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર&nbsp

Surendranagr news: ધ્રાંગધ્રા હાઈવે પર LCBએ 3 શખ્સોને 4 બંદૂક અને 41 કારતૂસ સાથે દબોચ્યા

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  જેમાં સુરેન્દ્રનગર  એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ધ્રાંગધ્રા હાઈવે પર ગુરુકુળ ચોકડી પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે બે શંકાસ્પદ કારને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા 4 બંદૂક અને ૪૧ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે કુલ રૂ. ૧૦.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સો ઝડપાયા

એલ.સી.બી ટીમ અને પેરોલ ફર્લોે ટીમના સ્ટાફે બાતમીને આધારે ધ્રાંગધ્રા હાઇવે પર ગુરુકુળ ચોકડી પાસે વોચ ગોઠવી માલવણ તરફથી આવતી અલગ અલગ નંબરોની બે કારને રોકી તલાશી લેતા બંને કારમાંથી ૪ બંદૂક તથા ૪૧ જીવતા કાટઝ સાથે (૧) સમશેરભાઈ જાકુબભાઈ જેડા (૨) સિકંદર જાનમહંમદભાઇ જેડા (૩) દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી (ત્રણેય રહે માળિયા, મોરબી)ને ઝડપી લીધા હતા. જ્યારે આ રેઇડ દરમિયાન (૧) આસિફભાઈ સકુરભાઈ જેડા (૨) અઝહર અલીમહમદ જેડા નાશી છૂટવામાં સફળ રહ્યા હતા.

પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા

પોલીસે પાંચ શખ્સ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આ શખ્સો પાટડીના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો