મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોરેન્સ બિશ્નોઇનું ફરી કચ્છ કનેક્શન આવ્યું સામે? સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની ધરપકડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનારા શૂટર્સની કચ્છમાંથી ધરપકડ બાદ ફરી એક વખત ગેન્ગસ

લોરેન્સ બિશ્નોઇનું ફરી કચ્છ કનેક્શન આવ્યું સામે? સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની ધરપકડ બાદ ગુજરાત પોલીસ એલર્ટ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનારા શૂટર્સની કચ્છમાંથી ધરપકડ બાદ ફરી એક વખત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનું કચ્છ કનેક્શન સામે આવ્યું છે. કચ્છમાંથી બન્ને શૂટરની ધરપકડ બાદ ગુજરાતના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે પોલીસની પ્રશંસા કરી છે તો બીજી તરફ પોલીસની ચિંતા પણ વધારી દીધી છે.

આ પ્રથમ વખત નથી જ્યારે લોરેન્સ બિશ્નોઇનું કચ્છ કનેક્શન સામે આવ્યું હોય. આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઇ વિરૂદ્ધ કચ્છની નલિયા કોર્ટમાં પાકિસ્તાનમાંથી કરોડો રૂપિયાની ડ્રગ્સ મંગાવવાનો કેસ નોંધાયેલો હતો. આટલું જ નહીં સલમાન ખાન સિવાય બે અન્ય કેસમાં પણ કચ્છ કનેક્શન સામે આવી ચુક્યુ છે. કચ્છ પાકિસ્તાનની નજીક ગુજરાતનો જિલ્લો છે. આ સંવેદનશીલ પણ માનવામાં આવે છે.

શું કચ્છમાં છે સ્લીપર સેલ?

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બન્ને શૂટર્સની કચ્છમાંથી ધરપકડ બાદ પોલીસ હવે આ વાતની તપાસ કરશે કે શું કચ્છમાં લોરેન્સ બિશ્નોઇનું કોઇ સ્લીપર સેલ કામ કરી રહ્યું છે? પોલીસે એક દિવસ પહેલા કચ્છના ભૂજ કસ્બામાંથી વિક્કી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ને આશાપુરા માતાના મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી છે. બન્નેની ધરપકડ જ્યારે થઇ ત્યારે તે બન્ને આરામ કરતા હતા. પોલીસે આ સફળતા જાસુસોને એક્ટિવ કરીને મેળવી છે. ગુજરાતના પોલીસ વડાએ બન્ને શૂટર્સની ધરપકડ કરનારી ટીમને સમ્માનિત કરવાનો પણ નિર્ણય કર્યો છે. ગુજરાતના DGP વિકાસ સહાયે સ્લીપર સેલની તપાસની પણ વાત કરી છે.

ત્યારે પણ ધરપકડ થઇ હતી

લોરેન્સ બિશ્નોઇના ડ્રગ્સ કેસ સિવાય બે વખત પહેલા પણ કચ્છ કનેક્શન સામે આવી ચુક્યુ છે. પંજાબી સિંગર રેપર સિદ્ધૂ મુસેવાલાની હત્યા બાદ પણ કેટલીક ધરપકડ મુંદ્રાથી કરવામાં આવી હતી. કરણી સેનાના નેતા સુખદેવ ગોગામેડીની હત્યાના હુમલાખોરોના પણ કચ્છમાં સંતાવાની વાત સામે આવી હતી.ગુજરાત પોલીસ એવામાં સલમાન ખાનના બે શૂટર્સના કચ્છમાંથી મળ્યા બાદ વધુ તપાસ કરવા માંગે છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

આ સમાચાર શેર કરો