આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાયદાનો સકંજો, હોટલના બાકી બિલને મુદ્દે માથાકૂટમાં રાયોટીંગનો ગુનો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર બીજો એક ગુનો નો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. તેમના પર બીજો એક ગુનો નોંધાયો છે. તાજેતરમાં જેમાં તેમણે શાંતિલાલ વસાવા નામનો વ્યક્તિ જે હોટલમાં કામ કરતો હતો. ત્યાં લોકસભાની ચૂંટણી વખતનું હોટલમાં જમવાનું કથિત રૂપે જે બિલ બાકી હતું. જે બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના માણસો દ્વારા શાંતિલાલ વસાવાને ઘરે જઈ થપ્પડ મારી અને ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે.
ચૈતર સહિત 20 સામે ગુનો
રાયોટીંગ સહિતની અન્ય કલમો હેઠળ ફરિયાદ ચૈતર વસાવા સહિત 15થી 20 લોકો સામે છે. ત્યારે આ કેસને લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. નર્મદાના એસપી પ્રશાંત સુંબેએ આ બાબતે વિગતવાર કહ્યું કે, પોલીસ કઈ રીતે તપાસ આગળ હાથ ધરી છે. હાલમાં આ કેસનું સ્ટેટસ શું છે. તે વિષે વિગતો આપી હતી.
મોબાઈલમાં અભદ્ર વાત કરી હતી
બીજી તરફ ચૈતર વસાવા પણ શાંતિલાલ વસાવા સામે અભદ્ર ભાષામાં મોબાઈલ પર વાત કરી હતી. જે બાબતની પણ લેખિત રજૂઆત પોલીસને કરી હતી. પરંતુ આ ગુનામાં હજુ કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી. ત્યારે જોવાનું રહેશે ,કે આ કેસમાં આગળ શું થાય છે.








