મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: મહિલાઓ માટે નવી પહેલ; રમતગમત અને શારીરિક ક્ષમતા વધારવા ખાસ કોમ્યુનિટી શરુ કરાઈ

મહિલા સશક્તિકરણની દિશામાં અમદાવાદમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજ

તસવીર: GSTV

મહિલા સશક્તિકરણની દિશામાં અમદાવાદમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યની મહિલાઓ માટે ખાસ એથલેટિક ગર્લ્સ યુનાઈટેડ નામની કોમ્યુનિટીનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ કોમ્યુનિટી 16 વર્ષથી વધુ વયની મહિલાઓને તેમના ઘરેલુ જીવનમાંથી થોડો સમય ફાળવીને રમતગમત અને ફિટનેસ સાથે જોડવાનું કામ કરશે.લોન્ચિંગ પ્રસંગે 400થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જ્યાં ઝૂમ્બા, ક્રોસ ફિટ અને પિકલ બોલ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓનો માનસિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસ કરવાનો છે. નજીવી ફી ભરીને કોઈપણ મહિલા આ ગ્રુપમાં જોડાઈ શકે છે.  

આ સમાચાર શેર કરો