Ahmedabad News: AMCમાં સફાઈ અને આરોગ્ય વિભાગમાં મોટાપાયે જગ્યાઓ ખાલી; વિપક્ષે કરી ભરતીની માંગ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમાં સ્વચ્છતા અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓના દાવા કરવામાં આવે


અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરમાં સ્વચ્છતા અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં મોટા પાયે જગ્યાઓ ખાલી હોવાનો પર્દાફાશ થયો છે, જેના કારણે શહેરની સફાઈ વ્યવસ્થા અને જન આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી છે. આ મામલે વિપક્ષે ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરને સ્વચ્છ રાખવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે જવાબદાર એવા પબ્લિક હેલ્થ સુપરવાઈઝરથી લઈને સફાઈ કામદારો સુધીના હજારો પદ ખાલી પડ્યા છે. ખાસ કરીને સફાઈ કામદારોની અછત સૌથી વધુ ચિંતાજનક છે.
| જગ્યાનું નામ | મંજૂર થેયલી જગ્યા | ખાલી જગ્યા |
| પબ્લિક હેલ્થ સુપરવાઈઝર | 35 | 13 |
| સેનેટરી ઈન્સપેક્ટર | 55 | 07 |
| સેનેટરી સબ ઈન્સપેક્ટર | 144 | 30 |
| સફાઈકામદાર | 8168 | 2918 |






