મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ, ભરુચમાં આધારકાર્ડ સાથે થતાં હતા ચેડાં

દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. પંજા

દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ, ભરુચમાં આધારકાર્ડ સાથે થતાં હતા ચેડાં

દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમનું ગેરકાયદેસર ટ્રાન્જેકશનનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. પંજાબ નેશનલ બેન્કમાં અલગ અલગ ઇસમોના નામે એકાઉન્ટ ખોલાવી ખાતેદારોની જાણ બહાર મોટા ટ્રાન્જેક્શન કરાતા હતા. એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
 
એસ. ઓ .જી.પી.આઈ. એ.એ.ચૌધરી પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ .તે દરમ્યાન માહિતી મળેલ કે પંજાબ નેશનલ બેન્કમાં લોકોને વિશ્વાસમાં લઇ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતીથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટુ આધારકાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના 42 જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાથી અંદાજિત 8 એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્જેકશનો કરેલ છે .તથા તેમાં ખાતેદારના મોબાઇલ નંબરની જગ્યાએ ભેજેબાજો દ્વારા સંચાલીત અન્યનો મોબાઇલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણા ઓનલાઇન ટ્રાન્જેકશનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઇ તથા બેંગકોક ખાતે મોટી રકમ ઉપાડી છે. 

તપાસ હાથ ધરતા સરજુ દેવગણીયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઇ મયાત્રા આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલીયાને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એ.ટી.એમ.કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોચાડતા અને દશરથ ધાંધલીયા આ એ.ટી.એમ.કાર્ડ એકટીવ કરાવી દુબઇ ખાતે વૈભવ પટેલને પહોચાડતો જયાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃતિમાં કરવા અંગે પર્દાફાશ થયેલ હોવાનું બહાર આવ્યું હતું.જેમાં પોલીસે સુરતના સરજુ  દેવગણીયા ની અટકાયત કરી આ કૌભાંડ માં સામેલ  સુરતના જ ખંજન ઉર્ફે પ્રિન્સ મયાત્રા, તેમજ દશરથ ધાંધલીયા ઉપરાંત દુબઈના વૈભવ પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ઝડપાયેલ સરજુ  દેવગણીયાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તેઓ દ્વારા અન્ય કોઇ બેન્કોમાં આવા પ્રકારનુ કૃત્ય આચરવામાં આવેલ છે કે કેમ તે દિશામાં પણ  તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો