VIDEO: પંચમહાલના ગોધરામાંથી હથિયારનો મોટો જથ્થો મળ્યો, એક શખ્સની SOG પોલીસે કરી ધરપકડ
પંચમહાલમાંના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.ગોધરા SOG અને ટાઉન


પંચમહાલમાંના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.ગોધરા SOG અને ટાઉન બી ડિવિઝન પોલીસને હથિયારોની બાતમી મળી હતી, તો બીજી તરફ બન્ને ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને બાતમીના આધારે ઘર અને દુકનામાં દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો
દરોડા દરમિયાન હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો છે. શહેરના શહેરના વચલા ઓડા વિસ્તારમાં આવેલ મકાન અને કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો જખીરો મળ્યો છે.
મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો ઝડપાયો
હથિયારના જથ્થામાં જેમાં ડબલ બેરેલ બંદૂક 2, એરગન 6, જીવતા કારતુસ 4,ખાલી કારતુસ 11, છરા ભરેલા ડબ્બા સહિત કુલ 1,33,400નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસે અહેમદહુસેન યુસુફ મોહન નામના શખ્સની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપી અહેમદ હુસેનની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તેણે આ હથિયારો ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા હુસેન મીઠા પાસેથી મેળવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હુસેન મીઠા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. હાલમાં તે ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






