મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં વીજ કંપની ઘોર બેદરકારી, મકાન માલિકને 5 હજારની જગ્યાએ બિલ જોઈને લાગ્યો 440નો ઝટકો!

ભરૂચમાં વીજ કંપની બેદરકારી સામે આવી છે. જેમાં દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલ્ય રેસિડન્સી

ભરૂચમાં વીજ કંપની ઘોર બેદરકારી, મકાન માલિકને 5 હજારની જગ્યાએ બિલ જોઈને લાગ્યો 440નો ઝટકો!

ભરૂચમાં વીજ કંપની બેદરકારી સામે આવી છે. જેમાં દહેજ બાયપાસ વિસ્તારમાં આવેલી માંગલ્ય રેસિડન્સીના એક મકાન માલિકને 2,77 લાખનું વીજળી બિલ આપવામાં આવ્યું હતું. જેના કારણે મકાન માલિકના ચિંતામાં પડી  ગયા હતા. જોકે વીજ કંપની સાથે વાતચીત કરતા તેમણે રીડિંગમાં ભૂલ થઈ હોય નવું બિલ જનરેટ કરીને આપવાની વાત કરતા રાહત થઈ હતી.

આ પણ વાંચોઃ સુરતમાં સગાઈ બાદ આડાસંબંધના વહેમમાં યુવતીની હત્યા, મંગેતર મહીસાગરના જંગલમાંથી દબોચાયો

5 હજારની જગ્યાએ અધધ બિલ

ભરૂચ શહેરના દહેજ બાયપાસ વિસ્તારમાં માંગલ્ય રેસિડન્સી સોસાયટી આવેલી છે. જેમાં મકાન નંબર સી 403 માં રહેતા શુભમ નરેન્દ્રભાઈ પટેલ રહે છે. પરંતુ હાલમાં તેઓને વીજ કંપની બેદરકારીના કારણે 440નો ઝટકો લાગ્યો છે.  તેઓનું દર મહિને એવરેજમાં 5 હજાર રૂપિયાનુ બિલ આવે છે. પરંતુ ગતરોજ આવેલું તેમનું વીજ બિલ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા છે.

મીટર રીડિંગમાં ભૂલ

ભરૂચ DGVCL કંપનીઍ તેમને 2,77,085નું બિલ આપ્યું હતું. જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ મામલે તેમના વિસ્તારના લોકોએ એકત્રને થઈને વીજ કંપનીના કર્મીઓને તેમની કામગીરી દરમિયાન તકેદારી રાખીને બરાબર મીટર રીડિંગ કરીને કામ કરવા વિનંતી કરી હતી. જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે.નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે.

આ સમાચાર શેર કરો