સુરતમાં પારકી જમીનના દસ્તાવેજમાં છેડછાડથી કર્યુ સાટાખત, ટાઈટલને નુકસાન કરનાર બે ઝડપાયા
સુરતમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જમીનની 7- 12મા છેડછાડ કરવામાં આવ્યું હતું. જમીન પોતાની

સુરતમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જમીનની 7- 12મા છેડછાડ કરવામાં આવ્યું હતું. જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટખત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઈટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર બે વ્યક્તિઓને ઈકો સેલે ઝડપી પાડયા છે.
દસ્તાવેજમાં છેડછાડ
હાલના ઝડપી યુગમાં સુરતનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે. સુરત શહેરમાં મોટા વેપાર ધંધો સાથે લોકો સંકળાયેલા છે. હીરા અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગનું મોટું હબ સુરત છે. સુરતમાં જમીનના કબ્જા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરીવદન પટેલ દ્વારા પોતાની જમીન સરવે નંબર 337/1 તેમજ 338/2 નામની જમીનમા 7-12ની નકલમા છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વિગેરેનાઓને વેચાણ આપવાનું નક્કી કરીને ખોટું ટાઈટલ ઉભું કર્યું હતું.
90 લાખ સાટાખતથી લીધા
જમીનના સાટખત ઉભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઉભા કરવામાં આવ્યાં હતાં. જેના અવેજ પેટે 5 લાખ રુપિયા સ્વીકારનાર આરોપી ઈબ્રાહીમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સુરત ઈકો સેલે બંને આરોપીઓની ધરપકડ કરી છે.








