Ahmedabad news: અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતું લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ, બે દાયકામાં ફેલાવ્યું સામ્રાજ્ય
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લલ્લા બિહાર

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લલ્લા બિહારી સામે કાયદેસર કાર્યવાહી કરવાની જાહેરાત પોલીસ કમિશનર જી.એસ. મલિકે કરી છે. લલ્લા બિહારી પર રિક્ષા ભાડે આપવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અને ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર ફાર્મહાઉસ બનાવવાના આરોપો છે, જેના સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે.
લાલા બિહારીનું આલીશાન ફાર્મહાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું
ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીમાં લલ્લા બિહારીનું આલીશાન ફાર્મહાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું, જે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન છે.
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.
સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત
સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને તર્કો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.
સુવિધાઓથી સજ્જ હવેલીને પણ ટક્કર મારે એવું આલિશાન ફાર્મ હાઉસ
લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પચાવી પાડીને ગેરકાયદે રીતે આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. આ ફાર્મ હાઉસ વિવિધ સુવિધાઓથી સજ્જ હતું. ફાર્મ હાઉસ હવેલીને પણ ટક્કર મારે એવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં કિચન, હીંચકા, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને એસીથી સજ્જ રૂમો બનાવવામાં આવ્યા છે. ફાર્મ હાઉસમાં ઠંડક માટે ચારેય તરફ ગ્રીન નેટ અને લીલા ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. ફાર્મહાઉસના પાછળના ભાગે સીઝ કરેલી રિક્ષા પાર્ક કરવામાં આવી હતી. ફાર્મ હાઉસ તળાવમાં ઝૂંપડાઓની વચ્ચે અસામાજિક તત્વોના ઐયાશીનો અડ્ડો હતો.
લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ, ગેરકાયદે ફાર્મ હાઉસ ધ્વસ્ત
ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે અને લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ગેરકાયદે વીજ જોડાણ ગુનો નોંધયો છે. હાલ પિતા-પુત્રને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યાં છે.







