મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની લાજપોર જેલના કેદીનું મોત પોલીસના મારથી થયાનો પરિવારનો આક્ષેપ, ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

સુરતની હાઈટેક લાજપોર જેલમાં કેદીનું મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પ

સુરતની લાજપોર જેલના કેદીનું મોત પોલીસના મારથી થયાનો પરિવારનો આક્ષેપ, ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

સુરતની હાઈટેક લાજપોર જેલમાં કેદીનું મોત થયું હતું. યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. સાથે જ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કરીને સિવિલ હોસ્પિટલમાં પોતાની માગ બુલંદ કરી રહ્યા છે.

કાચા કામનો કેદી હતો

કાચા કામના કેદી મહેશ વાળાનું 7 ઓગસ્ટ, 2024ના રોજ શંકાસ્પદ મોત નિપજ્યું હતું. લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મહેશ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. 

એસ્ટ્રોસિટી દાખલ કરવાની માગ

પરિવારજનોએ કહ્યુ કે, તેને એવી કોઈ તકલીફ નહોતી. તેની હત્યા કરવામાં આવી છે. જેથી જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશુ. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે.

આ સમાચાર શેર કરો