મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયલા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સહિતની ટિકિટોનો અભાવ, વિદ્યાર્થીઓ વધુ પૈસા ચૂકવવા મજબૂર

સાયલા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સહિતની ટિકિટ ન મળતા વીસીઆર્થીઓને હાલાકીનો સામનો

સાયલા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સહિતની ટિકિટોનો અભાવ, વિદ્યાર્થીઓ વધુ પૈસા ચૂકવવા મજબૂર

સાયલા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સહિતની ટિકિટ ન મળતા વીસીઆર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સાથે વિવિધ દાખલાઓ કઢાવવામાં ટિકિટો મુખ્ય ભૂમિકા ભજવે છે. છેલા 15 દિવસમાં મામલતદાર કચેરી ખાતે 1500 જેટલી અરજીઓ આવી છે.

સાયલા પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સહિતની ટિકિટોની તંગી વર્તતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવતા વિદ્યાર્થીઓને વિવિધ દાખલાઓ કઢાવવામાં ટિકિટોની મુખ્યત્વે જરૂર પડતી રહેતી હોય છે. આ બાબતે છેલ્લા 15 દિવસમાં સાયલા મામલતદાર કચેરી ખાતે 1500 જેટલી અરજીઓ આવેલી છે. આ સાથે આવકના દાખલા, જાતિના દાખલા, ડોમિનેશન, નોન ક્રિમિનલ સહિતના દાખલાઓ લાંબી કતારો મામલતદાર કચેરીએ જોવા મળે છે.

પોસ્ટ ઓફિસ ખાતે રેવન્યૂ ટિકિટો ન મળતા વિદ્યાર્થીઓએ અરજી કરવામાં વપરાતી રૂપિયા 3ને બદલે વધુ રકમની ટિકિટો લગાવવી પડે છે. સાથે જ પોસ્ટના અધિકારી દ્વારા ટિકિતોના પ્રશ્નોને લઈ વડી કચેરીએ મેલ કરી વ્યવસ્થા માટે જાણ કરી દેવામાં આવી છે. ટિકિતોના અભાવના કારણે વિદ્યાર્થીઓને વધુ પૈસા ચૂકવવા પડે છે.

આ સમાચાર શેર કરો