મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ : જોળ ગામે મકાનના સ્લેબ સાથે દિવાલ ધરાશાયી થતા એકનું મોત

Anand News: આણંદ જિલ્લાના જોળ ગામમાં ગુરૂવારના રોજ જર્જરિત મકાનના રિનોવેશન દરમિયાન અચાનક પહેલા મ

આણંદ : જોળ ગામે મકાનના સ્લેબ સાથે દિવાલ ધરાશાયી થતા એકનું મોત

Anand News: આણંદ જિલ્લાના જોળ ગામમાં ગુરૂવારના રોજ જર્જરિત મકાનના રિનોવેશન દરમિયાન અચાનક પહેલા માળનો સ્લેબ દિવાલ સાથે ધડાકાભેર તુટી પડ્યો હતો. આ ઘટનામાં  બે મજુર કાટમાળ નીચે દબાઈ ગયા જતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું.

જોળ ગામના બાકરોલ-વડતાલ રોડ પર આવેલા ખ્રિસ્તી ફળીયામાં એક  મકાનનું રિનોવેશન કામ ચાલુ કરવામાં આવ્યું હતું. ગુરૂવારના રોજ કેટલાક મજુરો સ્લેબનું કામ કરતાં હતાં તે સમયે બપોરના સુમારે અચાનક જ પહેલા માળનો સ્લેબ દિવાલ સાથે ધડાકાભેર તુટી પડ્યો હતો. 

સ્લેબ અને દીવાલના કાટમાળમાં ફિરોજશા બફાતીશા દિવાન (ઉ.વ.45) અને જયંતીભાઈ ગોતાભાઈ સોઢા પરમાર (ઉ.વ.52) નીચે દબાઈ ગયા હતા, જેમાંથી જેતાભાઈ ગોતાભાઈ સોઢા પરમારને ગંભીર ઇજા પહોંચી હોવાથી મૃત્યું નિપજ્યું હતું. જ્યારે ફિરોજશાને ડાબા પગે ઇજા પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.  આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો