મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ: મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો, બોટ પલ્ટાઈ જતા 3ના મોત

આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. માછીમારી કરતા સમયે અચાનક

આણંદ: મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો, બોટ પલ્ટાઈ જતા 3ના મોત

આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. માછીમારી કરતા સમયે અચાનક બોટ પલટી ગઈ હતી. જેથી એક જ પરિવારના 3 લોકો પાણીમાં ડૂબ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત થયા હતા.

બોટ પલ્ટાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત

મૃતકોના નામ

આયુષ

મિહિર

નગીનભાઈ

બોટ પલટી જતાં પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા. જેથી તેઓને બચાવવા ગયેલા નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેથી આ ત્રણેયના મોત થતાં તેઓના પરિવારમાં આભ ફાટી પડ્યું હતું. તેમજ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો