VIDEO: કચ્છના નાના રણમાં ફસાયેલા 8 લોકોનું પોલીસ અને ગ્રામજનોએ દિલધડક રેસ્ક્યુ કર્યું
સોર્સ : GSTV
રાજ્યના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કચ્છના નાના રણમાં 8 લોકો ફસા. ફસાયેલા ૮ લોકોનો જીવ બચાવવા માટે પોલીસ અને ગ્રામજનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ટીકરથી પલાસવા જઈ રહેલી બોલેરો ગાડી વરસાદના કારણે રણમાં રસ્તો ભટકી ગઈ હતી.
ખાવા-પીવાની સામગ્રી ખૂટી પડતા આ લોકો ભારે મુસીબતમાં ફસાયા
ખાવા-પીવાની સામગ્રી ખૂટી પડતા આ લોકો ભારે મુસીબતમાં ફસાયા હતા. આડેસર પોલીસ અને પલાસવાના સ્થાનિકોએ ભારે જહેમત બાદ તમામ ૮ લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી, છતાં સમયસર મદદ પહોંચતા મોટી દુર્ઘટના ટળી છે.

