Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Video: Boiler blast at Rudraksh Company near Padana, two workers killed

Kutch: પડાણા નજીક રુદ્રાક્ષ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, બે કામદારોના મોત

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Kutch: પડાણા નજીક રુદ્રાક્ષ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, બે કામદારોના મોત
સોર્સ : gstv

કચ્છ જિલ્લાના પડાણા નજીક આવેલી રુદ્રાક્ષ કંપનીમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બોઇલર બ્લાસ્ટ થતાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના કંપનીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બની હતી. વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક બોઇલરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘટનાસ્થળે હાજર રહેલા બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

App Store

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની ઓળખ પ્રણવ અને ચંદન તરીકે થઈ છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત-બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે. મૃતકના પરિવારજનો અને સહકર્મચારીઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.આ ગંભીર દુર્ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન થયું હતું કે કેમ, તે અંગે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.