Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Earthquake tremors were felt once again in Kutch, know how intense it was?

Kutch news: કચ્છમાં ફરી એકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી રહી તીવ્રતા ?

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Kutch news: કચ્છમાં ફરી એકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી રહી તીવ્રતા ?
સોર્સ : GSTV

Kutch news: કચ્છ પંથકમાં ભૂકંપ 2001 બાદ સતત આવતા રહ્યા છે. જેથી હવે જનતા પણ જોઈએ એટલી દરકાર નથી રાખતી. જો કે, એ વાત સાચી છે કે, ધરતીકંપના આંચકા આવતા રહે છે. આજે રવિવારે પૂર્વ કચ્છમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરના 12.41 મિનિટે કચ્છ જિલ્લાના ભચાઉ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. રિકટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. જો કે, તીવ્રતા ઓછી હોવા છતાં લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. 

App Store


મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લામાં આજે ધરતીકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા. કચ્છના ભચાઉ સહિતના વિસ્તારોમાં બપોરના 12.41 મિનિટે રિક્ટર સ્કેલ ઉપર 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જેથી લોકોનાં ઘરોમાં તિરાડ પણ જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ધરતીકંપના આંચકાને લીધે લોકોમાં ડરનો માહોલ જામ્યો હતો. જેથી લોકો દોડીને મકાનોની બહાર નીકળી ગયા હતા