Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Two youths who went to meet a girl in a village in Khawda were sentenced to Taliban punishment

Kutch news: ખાવડાના એક ગામમાં યુવતીને મળવા ગયેલા બે યુવાનોને મળી તાલિબાની સજા, અર્ધનગ્ન કરીને લોકોએ માર્યો ઢોર માર

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Kutch news: ખાવડાના એક ગામમાં યુવતીને મળવા ગયેલા બે યુવાનોને મળી તાલિબાની સજા, અર્ધનગ્ન કરીને લોકોએ માર્યો ઢોર માર
સોર્સ : gstv
ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કચ્છના ખાવડા વિસ્તારના એક ગામમાં બે યુવાનોને લોકોએ તાલિબાની સજા ફટકારી છે. જઘન કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બે યુવાનોના માથાનું મુંડન કરવામાં આવ્યું મૂછો અડધી કાપવામાં આવી હતી. ત્યારબાદ બન્ને યુવાનોને અર્ધનગ્ન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો.
App Store
 

બન્ને યુવાનોને અર્ધનગ્ન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો 

 
ઉલ્લેખનીય છે કે લોકોના ટોળાએ બન્ને યુવાનેન પકડ્યા બાદ હાથ પણ બાંધી દીધા હતા.  બન્ને યુવાનો એક યુવતીને ગામમાં મળવા આવ્યા હતા, અને તે યુવતી સાથે પકડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવાનોએ ભેગા મળીને કર્યું હોવાના શક્યતા વર્તાઈ રહી છે. બન્ને યુવાનોને વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.