Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : massive fire broke out in a scrap yard

VIDEO: Kutch / ભંગારના વાડામાં લાગી ભીષણ આગ, 4થી વધુ ગેસના બાટલા બહાર કાઢતા ટળી મોટી જાનહાનિ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છના ચોપડવા ગામ નજીક આવેલા એક ભંગારના વાડામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

App Store

ઘટનાની જાણ થતા જ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી છે. આગની જ્વાળાઓ વચ્ચે ફાયર ટીમે જીવના જોખમે વાડામાં રહેલા 4થી વધુ ગેસના સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જો આ બાટલા ફાટ્યા હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.આ ભીષણ આગમાં ભંગારના વાડામાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. ભંગારના વાડામાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.