Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Kutch Earthquake: Tremor felt in Bhachau, East Kutch at noon, know the details

Kutch Earthquake: પૂર્વ કચ્છના ભચાઉમાં બપોરના સમયે અનુભવાયો આંચકો, જાણો શું છે વિગત

Timeછેલ્લું અપડેટ : 05 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Kutch Earthquake: પૂર્વ કચ્છના ભચાઉમાં બપોરના સમયે અનુભવાયો આંચકો, જાણો શું છે વિગત
સોર્સ : GSTV

Kutch Earthquake:  ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરના સમયે પૂર્વ કચ્છના ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ હતી.

App Store

ક્યારે અને ક્યાં આવ્યો આંચકો?

ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ના જણાવ્યા અનુસાર, આ આંચકો બપોરે 1:43 મિનિટે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભચાઉની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ધ્રુજારી અનુભવી હતી.

જાન-માલનું નુકસાન નહીં

પ્રાથમિક માહિતી મુજબ, આંચકાની તીવ્રતા મધ્યમ હોવા છતાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટા માલ-સામાનના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં અવારનવાર નાના-મોટા આંચકા નોંધાતા રહે છે, જે ભૂસ્તરીય હલચલનું પરિણામ માનવામાં આવે છે.