Holi 2026: ગાંધીનગરના ખોરજ ગામમાં ભક્તિભાવ સાથે નવરાત્રિ ચોકમાં હોલિકા દહન, જુઓ VIDEO

VIDEO: ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના હૃદય

સોર્સ: GSTV

VIDEO: ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના હૃદય સમાન નવરાત્રિ ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી આસ્થાના દર્શન કર્યા હતા.

ભક્તિમય માહોલમાં હોલિકા દહન
ખોરજ ગામના નવરાત્રિ ચોક ખાતે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના સાક્ષી બનવા માટે ગામના વડીલો, યુવાનો અને બાળકો હોંશે હોંશે જોડાયા હતા. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનોએ પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરી હતી અને વાતાવરણ ‘હોળી માતાની જય’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

જાહેરાત

પરંપરાગત પૂજા અને પ્રસાદ
આસ્થાના આ પર્વ પર ભાવિકોએ હોળીમાં ધાણી, મમરા, ખજૂર, અગરબત્તી અને નારિયેળ અર્પણ કર્યા હતા. પરંપરા મુજબ ગ્રામજનોએ પવિત્ર અગ્નિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ખોરજ ગામના દરેક નાગરિકે અચૂક હાજરી આપી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સુખ-શાંતિની પ્રાર્થના
હોળી દહન બાદ ગ્રામજનોએ પરસ્પર હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આખા ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ પર્વની ઉજવણી સાથે ગામમાં વસંતોત્સવનો પ્રારંભ થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત