Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : https://bit.ly/Ambaji-Accident-Update

VIDEO: યાત્રાધામ અંબાજી-હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, 4 લોકોની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી હડાદ તરફ જતાં માર્ગ પર રાણપુર પાસે એક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અરવલ્લીની ગિરિમાળાઓ અને પહાડોની વચ્ચે બનેલી આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

App Store

જાણો આખો મામલો 

મળતી માહિતી મુજબ, કારચાલક પૂરઝડપે જઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં એક ભેંસ આડી આવી હતી. કારચાલકે ભેંસને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ટક્કર વાગી હતી, જેમાં અબોલ પશુનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોતાની આજીવિકા સમાન પશુનું મોત થતા સ્થાનિક આદિવાસી મહિલાઓ ઘટનાસ્થળે જ રડતી નજરે પડી હતી.

તત્કાલ રાહત કામગીરી

અકસ્માત એટલો જોરદાર હતો કે કાર રોડ પર જ ઊંધી વળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ત્રણ જેટલી '108' એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કારમાં સવાર ઘાયલોને તાબડતોબ અંબાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, 4 લોકોની હાલત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ અંબાજી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કારમાંથી દવાની બોટલો પણ મળી આવી છે, જે શંકા ઉપજાવે છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું ચાલક નશાની હાલતમાં હતો કે કોઈ અન્ય કારણ હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.