મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભચાઉના ચોપડવા નજીક ફાઉન્ટ્રી કંપનીમાં પાંચ કલાકે આગ કાબૂમાં

સોર્સ: gstv

કચ્છના ભચાઉના ચોપડવા ગામ નજીક આવેલી ઓરિએન્ટલ ફાઉન્ટ્રી કંપનીમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપનીમાં ટ્રેનનું મટીરિયલ બનાવવામાં આવતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સતત 5 કલાક સુધી અવિરત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસૂચકતા અને સરાહનીય કામગીરીના કારણે આ ભીષણ આગ વચ્ચે પણ કંપનીનું 70% જેટલું કિંમતી મટીરિયલ સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી.

આ સમાચાર શેર કરો