કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકોનાં મોત; 24 ઘાયલ

કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઇજાગ્રસ્ત છે. 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં અકસ્માતમાં પાંચ લોકોના મોત
કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર ખાનગી બસ અને્ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે.બસમાં સવાર 40 લોકોમાંથી પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃતકઆંક વધવાની શક્યતા છે.
ઓવરટેક કરવા જતા અકસ્માત
મળતી માહિતી અનુસાર કચ્છમાં કેરા-મુન્દ્રા રોડ ઉપર એક કન્ટેનર ઓવરટેક કરવા જતા સમયે મિની બસ સાથે ટકરાયું હતું જેમાં બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

