મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ / જીગ્નેશ મેવાણીના અંગત ગણાતા ગુજરાતના મોટા દલિત નેતા નરેશ મહેશ્વરી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, એવામાં કચ્છથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમ

કચ્છ / જીગ્નેશ મેવાણીના અંગત ગણાતા ગુજરાતના મોટા દલિત નેતા નરેશ મહેશ્વરી મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, એવામાં કચ્છથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ- ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ દલિત નેતા નરેશ મહેશ્વરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. 

નરેશ મહેશ્વરીને કોંગ્રેસ નેતા તેમજ દલિત એક્ટિવિસ્ટ જીગ્નેશ મેવાણીના અંગત ગણવામાં આવે છે. જીગ્નેશ મેવાણીના નજીકના ગણાતા નરેશ મહેશ્વરી 500 લોકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. 

ભાજપમાં જોડાયા બાદ નરેશ મહેશ્વરીએ ફેસબુક પર એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે : 

“હું સમાજ ને ન્યાય મળે એના માટે કામ કરવાનો તરીકો બદલાવ્યો છે તેવર એજ રહેશે, સંવિધાન કે સમાજ પર અત્યાચાર ની ધટના બનશે તો ન્યાય માટે સૌથી પહેલાં ઊભો રહીશ, જય ભીમ, જય સંવિધાન.”

આ સમાચાર શેર કરો