મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: ભુજના આત્મારામ સર્કલ પાસે 3 મજૂરને લાગ્યો વીજ કરંટ, 2ના ઘટનાસ્થળ પર મોત તો એક ઈજાગ્રસ્ત

ગુજરાતના ભુજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભુજના આત્મારામ સર્કલથી મ

Kutch news: ભુજના આત્મારામ સર્કલ પાસે 3 મજૂરને લાગ્યો વીજ કરંટ, 2ના ઘટનાસ્થળ પર મોત તો એક ઈજાગ્રસ્ત

ગુજરાતના ભુજમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભુજના આત્મારામ સર્કલથી માધાપર જવાના રસ્તા પર 3 મજૂરને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં 2 મજૂરના મોત નિપજ્યા હતા અને એક મજૂરને ઈજા પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે ભુજ-માધાપર હાઈવે પર આવેલ હોટલ ગ્રાન્ડ 3Dમાં આ મજૂર કામ કરતા હતા. કડિયાકામ અને કલરકામ કરતા સમયે હેવી લાઈન સાથે સંપર્કમાં આવી જતા ભયાનક વીજશોક લાગ્યો હતો.

મૃતકના નામ

મીરજાપરના પરેશ બારોટ
ભુજના શાહીદ શેખ

ઈજાગ્રસ્તનું નામ

અરૂણ પંડિત છે.

 સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત મજૂર હાલ સારવાર હેઠળ છે. 

આ સમાચાર શેર કરો