કચ્છમાં નકલી ED અધિકારી બનીને દરોડા પાડનાર 12 આરોપીઓની ધરપકડ, આ રીતે કરી ઘરેણાંની ચોરી
Kutch fake ED raids 12 accused arrested for posing fake ED officers | Kutch fake ED raids : પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધીકા જવેલર્સ અને તેના મક

Kutch fake ED raids : પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલ રાધીકા જવેલર્સ અને તેના મકાને નકલી EDના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઈ છે 2 ડિસેમ્બરના રોજ EDના નકલી અધિકારી બનીને રાધિકા જ્વેલર્સ પેઢી અને તેમના તેના ભાઈઓના રહેણાક મકાને જઈ રેડ દર્શાવી અને સોના ચાંદી તથા રોકડ રકમનો મુદામાલ ચેક કરી 25.25 લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો
રાધીકા જવેલર્સ પેઢીના માલિક અને તેના ભાઈઓના ઘરે રેઈડ કરી
2 ડિસેમ્બરના રોજ આ EDના નકલી અધિકારીઓ બનીને આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલા રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઇઓના રહેણાક મકાને જઈ EDનાના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ કરી ફરીયાદીના મકાનમાં સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી ફરિયાદીની જાણ બહાર 25,25,225 રૂપિયાના સોનાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
1 મહિલા સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ
પુર્વ કચ્છ પોલીસની ટીમો દ્વારા ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને CCTV ફુટેજ આધારે ગુના કામમાં સંડોવાયેલ આરોપીની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા અલગ અલગ ટીમો ભુજ અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ કરવા ગઈ હતી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક તેમની સઘન પુછપરછ કરતાં ગુનાને અંજામ આપેલાની કબુલાત કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા તેમજ EDના નકલી અધિકારી તથા તેના સાથી મળીને 1 મહિલા આરોપી સહિત કુલ 12 આરોપીઓને ચોરીના મુદામાલ તથા ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
નકલી ED અધિકારી આ 12 આરોપીઓની ધરપકડ
- ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા
- દેવાયત વીસુભાઈ
- અબ્દુલસતાર ઈશાક માંજોઠી
- હિતેષ ચત્રભુજ
- વિનોદ ૨મેશ
- ઈયુઝીન અગસ્ટીન ડેવીડ
- આશિષ રાજેશભાઈ, અમદાવાદ
- ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ
- અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ
- અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ
- નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ
- શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ
ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ
આરોપીઓને પકડવા 37 પોલીસ અધિકરીઓ - કર્મચારીઓની ટીમ બનાવાઈ
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે કુલ 37 લોકોની ટીમ બનાવી હતી, જેમાં પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ અને પીએસઆઈ તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ તેમજ એલસીબી વિભાગના 18 અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 14 જેટલા કર્મચારીઓ જોડાઈને આ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને નકલી ED ની ટીમ ઝડપી પાડી હતી.
આ રીતે કરી સોનાના ઘરેણાંની ચોરી
ફરિયાદીના મકાન પર તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ કરવાનો ઢોંગ કરી તેના મકાને જઈ EDના નકલી અધિકારીએ મકાનમાં સર્ચ કરી ફરીયાદીનાં મકાનમાં રહેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી ફરિયાદીની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીનામાંથી કેટલાક દાગીનાની ચોરી કરી હતી.








