મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યા, પોલીસે કર્યા ડીટેઈન

એક તરફ ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે. બીજી બાજુ રાજકોટ લોક

VIDEO :  ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યા, પોલીસે કર્યા ડીટેઈન

એક તરફ ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે.  બીજી બાજુ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદની આગ હજી પણ ઠરી રહી નથી. ત્યારે આજે ભાવનગરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણીની હાજરીમાં ક્ષત્રિય સમાજના યુવકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. 

ભાવનગર શહેરના કાળિયાબીડ-સિદસર વોર્ડમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં યુવાનો દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, બીજી તરફ પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. 

નોંધનીય છે કે, ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે નીમુબેન બાભણિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. કોંગ્રેસ ગઠબંધન અંતર્ગત આ બેઠક પર ઉમેદવાર ઉભો રાખ્યો નથી. 

આ સમાચાર શેર કરો