મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ગુરુકુળમાં ધૂમધામથી ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ, વિદ્યાર્થીઓએ પ્રભુને પારણામાં ઝૂલાવી લીધા સમૂહ રાસ

જન્માષ્ટમીની સમગ્ર દેશની સાથે સુરતમાં પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વેડ

સુરત ગુરુકુળમાં ધૂમધામથી ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ, વિદ્યાર્થીઓએ પ્રભુને પારણામાં ઝૂલાવી લીધા સમૂહ રાસ

જન્માષ્ટમીની સમગ્ર દેશની સાથે સુરતમાં પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલમાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીનો જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંતોઅ પ્રભુ પ્રાગટ્યની આરતી ઉત્તારીને વિદ્યાર્થીઓ તથા યુવાનોએ પ્રભુને પારણામાં ઝૂલાવી સમૂહમાં રાસ લીધા હતા. 

આ પ્રસંગે ભક્તિતનયદાસજી સ્વામીએ કહ્યું કે, જ્યાં ભગવાન છે, ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે! જ્યાં ભગવાન છે ત્યાં એકતા છે અને જ્યાં ભગવતપ્રધાન એકતા છે ત્યાં વિજય છે.  પાંડવો સદાચારી, સંયમી અને ધર્મનિષ્ઠ હતા, તો ભગવાન એમના પક્ષે રહ્યા અને તેમનો વિજય થયો.. દુર્યોધન અધર્મી હતો, તો એનો વિનાશ થયો.
 
પ્રભુજીએ પ્રેમની વાંસળી વગાડી છૂટા પડતા સૌને એક કર્યા અને સુદર્શન ચક્ર રાખી તેમાં અવરોધ કરનારનો વિનાશ કર્યો. જેનો સ્વભાવ સરળ છે, વિચાર ઉંચા છે, જીવનશૈલી પ્રેમાળ છે ત્યાં જ પરમાત્મા પ્રગટે છે. ગોકુળ મથુરામાં પ્રભુ પ્રગટે તેનો ઉત્સવ મનાવવો એ આપણી પરંપરા છે. પરંતુ રાગ-દ્વેષ અને ઈર્ષાના ગંદવાડાથી ખરડાયેલા હૃદયને શુદ્ધ કરી, આચારશુદ્ધ, વિચારશુદ્ધ, જ્ઞાનશુદ્ધ, સમજણશુદ્ધ અને સંગશુદ્ધ બનાવશું ત્યારે જ પ્રભુ આપણા હૃદયમાં પ્રગટશે.

આ સમાચાર શેર કરો