સુરતની કેપી એનર્જી નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ
સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્

સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ થઈ છે. એનએસસી પર બેલ સેરેમની વખતે શેર 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો.
SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ રહ્યાં હતાં. કેપી એનર્જીની 2010માં શરૂઆત થઈ હતી.કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, "અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ.
NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84% ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GW ની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે.






