મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જાણો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાત

Video: જાણો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન કેવું રહેશે વાતાવરણ? હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

આગામી પાંચ દિવસ એટલે કે, 15 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ 15 સપ્ટેમ્બર અને ત્યાર બાદ 18 અને 19 સપ્ટેમ્બર માટે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જારી કરી છે.  
હવામાન વિભાગની આગાહી અનુસાર, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

રાજસ્થાનના અને પંજાબના કેટલાક ભાગો અને ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે, જે સામાન્ય વરસાદ કરતાં 26% વધુ છે. 

આ વખતે પણ નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં હળવા તથા ગાજવીજ સાથે વરસાદની શક્યતા જારી કરવામાં આવી છે.   
 
  

આ સમાચાર શેર કરો