નારોલમાં નિવૃત્ત પોલિસ અધિકારીની પુત્રીનું મોત, પતિએ જ પત્નીની હત્યા કરી સાળાને મોકલ્યા ફોટો
અમદાવાદના નારોલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના નિવૃત્ત પોલીસ અધિકારીની પુત્રીની હત્યા ના

અમદાવાદના નારોલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના નિવૃત્ત પોલીસ અધિકારીની પુત્રીની હત્યા નારોલ વિસ્તારમાં રહેતા તેના જ પતિએ કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ સાળાને ફોન કરી જાણ કરી અને ફોટા પણ મોકલ્યા હતા.
અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક યુવકને પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હતી. જેને પગલે તેણે પોતાની પત્નીની જ હત્યા કરી દીધી છે. જણાવી દઈએ કે બંનેના પ્રેમ લગ્ન થયા હતા.




