મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અપશબ્દો બોલવાની અંગત અદાવતમાં હત્યા, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઉતારાયો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં આવેલા ડિંડોલ

અપશબ્દો બોલવાની અંગત અદાવતમાં હત્યા, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઉતારાયો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં આવેલા ડિંડોલી સાંઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ અને મૃતક વચ્ચે સામાન્ય બાબાતની બોલાચાલીની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી.

મોબાઈલમાં વાત કરતી વખતે ઝઘડો

રાત્રિના દશેક  વાગ્યાના અરસામાં ડીંડોલી સાંઈનગર સોસાયટી પ્લોટ નંબર 141 બ્રિજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સની સામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ શિરસાઠ જોરથી ગાળો બોલતો હતો. ત્યાંથી પસાર થતા બે ઈસમો પૈકી એક ઈસમ ફોન ઉપર વાત કરતો હોય ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બન્ને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બન્ને ઈસમોએ સાથે મળીને અંશને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા.         

ગણતરીના સમયમાં ઝડપી લેવાયા
          
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યુ કે, મૃતકનુ નામ અંશ ઉર્ફે ગૌરવ શિરસાઠ છે. જેને કૈલાશ સાથે ઝઘડો થયો હતો. કૈલાશ ઉર્ફે કાલુ રામોશી સાથે ઝઘડો થયો હતો. કૈલાશ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે અંશ અપ શબ્દો બોલતા બોલતા પસાર થઈ રહ્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા. આ દરમિયાન ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યા હતા અને આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલવે સાથે બાઈક ઉપર જઈ રહ્યો હતો. ત્યારે ફરી બંને આ ઝઘડાને યાદ કરીને ઝઘડો કરે છે. આ દરમિયાન કાલુએ ગૌરવ ઉર્ફે અંશને હથિયારના ઘા મારી દીધા હતા. છાતીમાં ચપ્પુના ઉંડા ઘા મારી દીધઆ હોવાથી તેનું મોત થયું હતું. ત્યારબાદ બન્ને આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો