લીબિયામાં મહેસાણાનું અપહ્યત પરિવાર હેમખેમ પરત ફર્યું, ખંડણી મળ્યા બાદ પરિજનોને અપહરણકર્તાઓએ છોડ્યા
વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલ બત્તી સમાન મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના દંપતી વિદેશમાં

વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલ બત્તી સમાન મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના દંપતી વિદેશમાં ફસાઈ ગયા હતા. ગુજરાતના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના એક પરિવાર માટે વિદેશ જવાનો મોહ જીવલેણ સાબિત થતા રહી ગયો.
દુબઈથી પોર્ટુગલ જવા નીકળેલા દંપતીને એજન્ટોએ છેતરીને લિબિયા પહોંચાડી દીધા
ગત ૨૯ નવેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળેલા દંપતીને એજન્ટોએ છેતરીને લિબિયા પહોંચાડી દીધા હતા, જ્યાં તેમનું અપહરણ કરી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી..
લિબિયાના અપહરણકારોએ પરિવારને વીડિયો કોલ પર મારી નાખવાની ધમકી આપી
લિબિયાના અપહરણકારોએ પરિવારને વીડિયો કોલ પર મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, યુરોપમાં રહેતા તેમના ભાઈએ અપહરણકારો સાથે બાર્ગેનિંગ કરી ઓનલાઈન રકમ ચૂકવતા આખરે પરિવારનો છુટકારો થયો છે. આ મામલે એજન્ટો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે






