મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાના દંપતિ સહિત તેમની પુત્રીનું લિબિયામાં અપહરણ, બે કરોડની ખંડણી માંગી, અપહરણ કરનારા પાકિસ્તાની

દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણાના બા

મહેસાણાના દંપતિ સહિત તેમની પુત્રીનું લિબિયામાં અપહરણ, બે કરોડની ખંડણી માંગી, અપહરણ કરનારા પાકિસ્તાની

દુબઈથી યુરોપ જવા નીકળેલો ગુજરાતી પરિવાર લીબિયામાં ફસાયો છે. મહેસાણાના બાદલપુરા ગામના પતિ-પત્ની અને 3 વર્ષની પુત્રી પોર્ટુગલ જવા માટે નિકળ્યા હતા. પરંતુ એજન્ટોએ પરિવારને છેતરીને યુરોપના બદલે લીબિયા મોકલી દીધો છે. હાલ આ લીબિયામાં ફસાયેલા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. પરિવારને છોડાવવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. પરિવારજનોને અપહરણ કરનારાઓ દ્વારા વોટ્સએપ પર મેસેજ કરાયો છે કે, '2 કરોડ કા બંદોબસ્ત કરો, આપકી ફેમિલી હમારે પાસ હે.'

અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હતા : પરિવારજનો

ત્યારે હવે ડરેલા પરિવારજનોએ તાત્કાલિક કલેક્ટર કચેરીએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. દંપતિ અને બાળકી હેમખેમ પરત ફરે તેવી પરિવારની માંગ છે. જોકે, સાંસદે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. આ વચ્ચે હવે પરિવારજનોએ મોટો દાવો કરતા કહ્યું કે, અપહરણ કરનારા લોકો પાકિસ્તાની હતા અને તેઓ ઉર્દુ ભાષામાં વાત કરતા હતા.

આ સમાચાર શેર કરો