મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિકાંડ : કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Khyati Hospital PMJAY Scam Court approves 10-day remand of Rajshree Kothari | Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડમાં આજે ડાયરેક્ટર રાજશ

ખ્યાતિકાંડ : કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડમાં આજે ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને માન્ય રાખીને કોર્ટે 25 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અગાઉ રાજશ્રી કોઠારીએ  અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. 

ધરપકડથી બચવા આગોતરા જામીન માટે કરી હતી અરજી 

ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ ધરપકડ અગાઉ ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જેમાં ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે, તો જામીન મુક્ત કરવામાં આવે. જો કે કોર્ટે રાજશ્રીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. 

કોણ છે રાજશ્રી કોઠારી? 

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલની ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. રાજશ્રી કોઠારી સમગ્ર કાંડ સામે આવ્યા બાદથી ફરાર હતી. ત્યારે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરાઈ હતી.

હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટીંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું. 

આ સમાચાર શેર કરો