Video: રાણીયામાં ગેરકાયદે રેતી ખનન મુદ્દે સરપંચ અને ગ્રામજનોનો ઉગ્ર હલ્લાબોલ

સોર્સ: gstv

રાણીયામાં ગૌચર જમીન બચાવવા ગેરકાયદે રેતી ખનન મુદ્દે સરપંચ અને ગ્રામજનોએ ઓવરલોડ ટ્રક અટકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન ટ્રક ચાલકે રસ્તા વચ્ચે જ રેતી ખાલી કરી દીધી હતી. સરપંચે જણાવ્યું કે ગૌચર જમીન નહીંવત બચી હોવાથી કડક કાર્યવાહી જરૂરી હતું . ટ્રક પોતાની હોવાના આક્ષેપ પર તેમણે સ્પષ્ટતા કરી કે ટ્રક મિત્રની હતી અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય તો વાંધો નથી. હાલ ખાણ-ખનિજ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત