VIDEO: સિંહુજ ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, કરોડો રૂપિયાની માટી ગેરકાયદેસર રીતે કાઢી વેચી દેવાઈ!
સોર્સ : gstv
મહેમદાવાદના સિંહુજ ગામમાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને ‘જળ સંચય-જળ ભાગીદારી’ યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તળાવ ઊંડું કરવાની મંજૂરીની આડમાં કરોડો રૂપિયાની માટી ગેરકાયદેસર રીતે કાઢી વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે.
‘પટ્ટુ તળાવ’ અને ‘ડિફર તળાવ’માંથી લાખો ટન માટી ખોદી અન્ય ગામોમાં વેચવામાં આવી હોવાની વાતથી પંથકમાં ખળભળાટ મચ્યો છે. નિયમોની અવગણના કરીને મંજૂરી કરતાં વધુ ઊંડાણ સુધી ખોદકામ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ કૌભાંડથી સરકારને કરોડો રૂપિયાનું મહેસૂલી નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત થઈ છે.

