VIDEO: મહુધા-ડાકોર રોડ પર ભક્તોની ભારે ભીડને કારણે વાહનોની લાંબી કતાર
સોર્સ : GSTV
ડાકોર પરષોત્તમ પૂનમના પર્વે મહુધા-ડાકોર રોડ પર ભક્તોની ભારે ભીડને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી છે. મહુધા ફાટક પાસે લગભગ એક કિલોમીટર સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ડાકોર રણછોડરાયજી અને ખડોલ મેલડી માતાના દર્શનાર્થીઓ, ટ્રેક્ટર અને ટ્રકના ધસારાથી મહુધા-ખડોલ માર્ગ કેટલાક સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. વાહનચાલકો ભારે હેરાન-પરેશાન થયા હતા. પૂનમના તહેવારને કારણે વધેલી યાત્રાળુઓની અવરજવરને લીધે સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થા ખોરવાયેલી સ્થિતિમાં જોવા મળી હતી.

