VIDEO: કપડવંજમાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ
સોર્સ : GSTV
કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી ધરા ધ્રુજી ઉઠી હતી. ઘટનામાં પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. વિસ્ફોટની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. નજીકના ગામોમાં પણ ધડાકાની અસર અનુભવાઈ હતી. પ્રાથમિક તપાસમાં ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર દોડી આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

