Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda SDM Nirbhay Gondaliya fined ₹5000 by Information Commission

RTI મામલે બેદરકારી: Kheda ના SDM નિર્ભય ગોંડલિયાને માહિતી આયોગે ₹5000નો દંડ ફટકાર્યો

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
RTI મામલે બેદરકારી: Kheda ના SDM નિર્ભય ગોંડલિયાને માહિતી આયોગે ₹5000નો દંડ ફટકાર્યો
સોર્સ : gstv

ખેડા જિલ્લાના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) નિર્ભય ગોંડલિયાને માહિતી પૂરી પાડવામાં બેદરકારી બદલ ગુજરાત માહિતી આયોગે ₹5,000નો દંડ ફટકાર્યો છે. અરજદારને સમયસર માહિતી ન આપવા અને 'અરજદારે કચેરીનો સંપર્ક કર્યો નથી' તેવું બહાનું રજૂ કરવાના કૃત્યને આયોગે ફરજ અને અધિકાર વિરુદ્ધનું ગણાવ્યું છે.

App Store

શું છે સમગ્ર મામલો?

અરજદાર હેમંતભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા RTS અપીલના હુકમની માહિતી મેળવવા માટે એપ્રિલ 2025માં નડિયાદ SDM સમક્ષ RTI અરજી દાખલ કરવામાં આવી હતી. SDM કચેરી દ્વારા મે 2025 માં પ્રથમ બહાનું રજૂ કરવામાં આવ્યું કે માંગેલી માહિતીના રેકોર્ડ ઉપલબ્ધ નથી.

અરજદાર હેમંતભાઈએ મે 2025 માં પ્રથમ અપીલ દાખલ કરી, જેના પર પ્રથમ અપીલ અધિકારીએ જુલાઈ 2025 માં માહિતી અધિકારી (SDM) ને 5 દિવસમાં માહિતી આપવાનો આદેશ કર્યો હતો.

આદેશ છતાં કોઈ પ્રત્યુત્તર નહીં

પ્રથમ અપીલ અધિકારીના આદેશ છતાં, માહિતી અધિકારી SDM દ્વારા બીજી અપીલ દાખલ ન થાય ત્યાં સુધી અરજદારને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. આખરે, અરજદારે માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ દાખલ કરી.

આયોગની ફટકાર અને દંડ

માહિતી આયોગ દ્વારા ઓગસ્ટ 2025 માં નોટિસ જારી થયા બાદ SDM નિર્ભય ગોંડલિયાએ આયોગ સમક્ષ ખુલાસો રજૂ કર્યો હતો. SDM એ પોતાના ખુલાસામાં જણાવ્યું કે, "માહિતી માંગનાર હેમંતભાઈ પ્રભુદાસ પટેલને જુલાઈ માસમાં જ 7 દિવસમાં માહિતી મેળવી લેવા જણાવાયું હતું. પરંતુ અરજદારે કચેરીનો સંપર્ક કર્યો નથી, તેથી માહિતી આપી શકાઈ નથી." માહિતી આયોગે SDM ના આ કૃત્યને માહિતી અધિકાર અધિનિયમ વિરુદ્ધનું ગણાવી ગંભીર બેદરકારી બદલ ₹5,000/- (પાંચ હજાર રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. આયોગે SDM ને દંડ ભરીને તેનો રિપોર્ટ પણ આયોગમાં રજૂ કરવા આદેશ કર્યો છે.