Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda News: PSI accused of stripping Parenita and making the video viral, policeman leaves police station and goes into hiding

Kheda News: પીએસઆઈ પર પરણિતાને નિર્વસ્ત્ર કરી વીડિયો વાયરલ કરવાનો આરોપ, પોલીસ મથક છોડી છૂમંતર થયો પોલીસ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Kheda News: પીએસઆઈ પર પરણિતાને નિર્વસ્ત્ર કરી વીડિયો વાયરલ કરવાનો આરોપ, પોલીસ મથક છોડી છૂમંતર થયો પોલીસ
સોર્સ : GSTV

ખેડાથી મોટા સમાચાર છે. ડાકોરનો પીએસઆઇ આકાશ ચૌધરી ધરપકડના ડરથી ફરાર હોવાનું સામે આવ્યું છે. અંજાર પોલીસના ગુનામાં ડાકોરનો પીએસઆઇ આકાશ ચૌધરી ધરપકડના ડર થી ફરાર છે.

App Store

કચ્છના મેઘપુર બોરીચીમાં યુવતીના દુષ્કર્મમાં સંડોવાયેલા પીએસઆઈ ડાકોર પોલીસ મથક છોડી ફરાર થઈ ગયો હતો.

યુવતી સાથે મિત્રતા કેળવી ગૌરવ ચૌધરી અને આકાશ ચૌધરીએ અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તેમના પર પરણિતાને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી વાયરલ કરવાના ગંભીર આરોપ છે.

અંજાર પોલીસ મથકમાં પાંચ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીએસઆઇનું નામ પણ આરોપીની યાદીમાં આવતા કચ્છ પોલીસ ડાકોર ખાતે આવી હતી.

આકાશ ચૌધરીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે રજા મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી કચ્છ પોલીસે ડાકોર પોલીસ મથકમાં પંચનામું કર્યું હતુ.