Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 30 people suffer from food poisoning after dinner in Jamalpur, all under treatment

Ahmedabad news: જમાલપુરમાં જમણવાર બાદ 30 લોકોને ફૂડ પોઇઝનિંગ, તમામ સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: જમાલપુરમાં જમણવાર બાદ 30 લોકોને ફૂડ પોઇઝનિંગ, તમામ સારવાર હેઠળ
સોર્સ : GSTV

અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

 જમણવાર પત્યા બાદ મહેમાનોની તબિયત લથડી  

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરના પ્રસંગે લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે 'ગાજરનો હલવો' પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.

30થી વધુ લોકોની તબિયત લથડી

ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 30થી વધુ લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે પ્રસંગની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.