VIDEO: કઠલાલની પાટીદાર સમાજની યુવતીએ મરજીથી રબારી યુવક સાથે લગ્ન કર્યા હોવાની કબૂલાત, વીડિયો વાયરલ
સોર્સ : GSTV
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામની પાટીદાર સમાજની દીકરી પલકના પ્રેમ લગ્નનો મામલો હવે ગરમાયો છે. યુવતીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે યુવતીની માતાએ દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી કઠલાલ પોલીસમાં અરજી આપી હતી. જોકે, વાયરલ વીડિયોમાં યુવતીએ સ્પષ્ટ કર્યું છે કે તે સુરક્ષિત છે.

