Kheda news: સત્તાના મોહમાં ભાજપમાં ગયેલા કોંગી નેતા ભારતસિંહ પરમારની ઘર વાપસી

રાજ્યના ખેડા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ખળભળાટ મચાવતા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભારતસિંહ પરમારે ભાજપ સાથે છેડો ફાડી વિધિવત 'ઘર વાપસી' કરી છે.
વર્ષ 2017માં ભાજપ સાથે જોડાયા હતા
મળતા અહેવાલ પ્રમાણે 2017માં કોંગ્રેસ છોડીને કમળ સાથે જોડાયા હતા. તો બીજી તરફ ૨૦૧૭માં ભાજપમાં જોડાયેલા ભારતસિંહે પક્ષમાં પોતાની અવગણના અને લોકસભા ચૂંટણીમાં હરાવવાના આંતરિક છળકપટના આક્ષેપ સાથે ફરી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ભાજપે તેમને તરત વધાવી લીધા હતા અને મહુધા વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી હતી. પરંતુ પક્ષપલટુ નેતાઓને મહુધાના મતદાતાઓએ તેમને જાકારો આપ્યો હતો અને ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના આંતરિક જૂથવાદને કારણે સર્જાયું આ ધ્રુવિકરણ
ક્ષત્રિય સમાજની અવગણના અને ભાજપના આંતરિક જૂથવાદને કારણે સર્જાયેલું આ રાજકીય ધ્રુવીકરણ આગામી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે, જ્યારે કોંગ્રેસ ફરી મજબૂત બનવાના અણસાર વર્તાઈ રહ્યા છે.

