Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Mines and Minerals Department raids in Khasra, 32 tons of royalty-free sand seized

Kheda: ઠાસરામાં ખાણ ખનીજ વિભાગની તવાઈ, 32 ટન રોયલ્ટી વગરની રેતી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Kheda: ઠાસરામાં ખાણ ખનીજ વિભાગની તવાઈ, 32 ટન રોયલ્ટી વગરની રેતી ઝડપાઈ
સોર્સ : GSTV

ખેડાના ઠાસરામાં ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયા પર તવાઈ બોલાવી છે. જેમાં મોટા વાહનમાંથી 20 ટન રોયલ્ટી વિનાની રેતી જપ્ત કરી છે.જ્યારે નાના વાહનમાંથી 12 ટન રોયલ્ટી વિનાની રેતી જપ્ત કરી છે. ભૂ-માફિયા નર્વત સિંહ પરમાર અને સુરેશ વણઝારા ભદ્રાસા-રાણીયા ગામમાં રેત ખનન કરતા હતાં. બંને ગાડીઓના ડ્રાઇવરો રોયલ્ટી વગરની રેતી ભરી મહુધા તરફ ડોન બોસ્કો હાઈસ્કૂલ તરફ જઈ રહ્યા હતા. આ બંને રેતી ચોરીના ડમ્પરોને ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા પકડવામાં આવ્યા હતા. આ દરમિયાન રાણીયા ગામના ભાજપના સ્થાનિક આગેવાન અને રેત ખનન સાથે સંકળાયેલા નાગપાલસિંહ અન્ય ભૂમાફિયા સાથે ડાકોર આ લીઝના કમ્પાઉન્ડ મા આવી ગયા હતા. જોકે અધિકારીએ સમગ્ર ટોળાને વિખેરી દીધુ હતુ. 

App Store